સામગ્રી : ૫ લીટર દૂધ, ૧૦૦
ગ્રામ ઘઉની સેવ (કાચી), ખાંડ જરૂર મુજબ, ૫ નંગ ખારેક ,(પાણી માં પલાળી ને નાના
કટકા કરેલા ) ,બદામ ,પીસ્તા ,કાજુ ,ઝીણા કાપેલા ૧ વાટકી ,કીસમીસ ૨,ટેબલ સ્પુન
(પાણી માં પલાલીને નીતારેને ) ૧ ,ટી
સ્પુન એલચી નો ભૂકો
રીત:
- સેવને હાથ થી ભાગી ને જીની કરી નાખો .
- તેને તપેલામાં સ્લો તાપે સેકો સેવ શેકવા આવે એટલે તેમાં બદામનો ભૂકો નાખી ૧ થી ૨ આતા લેવા.
- તેમાં દૂધ નાખો (દૂધ વધારે ફેતવાલુ લેવું અને મલાઈ ઉતાર્યા વગરનું તાજું દૂધ લેવું ).
- દૂધ ને ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો તેથી નીચે ચોટે નહી.
- ઉભરો આવે એટલે ચૂલો ધીમો કરી નાખો તેમાં ખારેક નાખી દયો.
- દૂધ બદામી કલરનું થાય ત્યાં સુધી ઉકાળો (અદાજે ૧ થી ૨ કલાક ) લગભગ માવા જેવું થાય ત્યાં સુધી.
- થવા આવે એટલે એલચી નાખી.
- ચૂલો બંધ કરી સતત હલાવતા રહો તેમાં મલાઈ વળી ન જાય વરાળ નીકળી જાય ત્યાં સુધી હલાવો.
- તેમાં ડ્રાયફ્રુટ અને કીસમીસ નાખી ફ્રીજ મૂકી ઠડું કરી ખાવાના ઉપયોગમાં લ્યો.